રોજિંદુ જીવન

પરદેશનું રોજિંદુ જીવન કદાચ તમારા પોતાના દેશ જેવું અથવા એનાથી જુદું હોઈ શકે છે. પ્રસ્તુત વિભાગ તમને ઑન્ટેરિઓમાં રોજિંદા જીવન વિશે સુપરિચિત કરાવશે અને તમારા આગમન સમયે તમારે શું અપેક્ષા કરવી તેનો એક ખ્યાલ આપશે.

પરિવહન

 • v
 • પ્રિન્ટ
 • પી.ડી.એફ
 • માય ફેવરેટ્સ (મારી પ્રિય વસ્તુઓ) (My Favourites) માં ઉમેરો
 

ગ્રેજ્યુએટેડ લાયસન્સિંગ શું છે?

ઑન્ટારીયો ગ્રેજ્યુએટેડ લાયસન્સિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. આનો અર્થ એ છે કે નવા ડ્રાયવર સંપૂર્ણ ડ્રાયવર્સ લાયસન્સ મેળવી શકે તે પહેલાં તેમણે 2 પગલાં પૂરા કરવાના રહે છે. આ પગલાં પૂરા થતાં 24 મહિના લાગે છે.

જો આપ માન્ય ડ્રાઈવિંગ સ્કૂલ તરફથી ડ્રાઈવિંગના પાઠ ભણો તો, આપ 20 મહિનામાં આ પગલાંઓ પૂરા કરી શકો છો. આપ પગલાંઓ પૂરા કરવામાં મહત્તમ 5 વર્ષ લઈ શકો છો.

ગ્રેજ્યુએટેડ લાયસન્સિંગ સિસ્ટમ નીચેનાને લાગુ પડે છે:

 • G વર્ગના લાયસન્સ (કાર, વાન, નાની ટ્રકો)
 • M વર્ગના લાયસન્સ (મોટરસાયકલ, મોટર સ્કૂટર, મોપેડ)

આ લેખ G વર્ગનાં લાયસન્સ વિશે છે. મિનિસ્ટ્રી ઑફ ટ્રાન્સપોર્ટેશન ઑફ ઑન્ટારીયો [Ministry of Transportation of Ontario (MTO)] વેબસાઈટ પર મોટરસાયકલ ચાલકો માટે ગ્રેજ્યુએટેડ લાયસન્સિંગ (graduated licensing for motorcycle riders) (1) વિશે વધુ માહિતી મેળવો.

આપ પૂરું લાયસન્સ મેળવો તે પહેલાં ગ્રેજ્યુએટેડ લાયસન્સિંગ સિસ્ટમનાં 2 પગલાં પૂરાં કરવા પડે છે.

પગલું 1: G1 લાયસન્સ

G1 લાયસન્સ મેળવવા માટે, આપે લેખિત નૉલેજ ટેસ્ટ અને દ્રષ્ટિ પરીક્ષણ પાસ કરવાનું રહેશે.

G1 લાયસન્સ સાથે આપે આ અંકુશોનું પાલન કરવાનું રહેશે:

 • ડ્રાઈવિંગ દરમિયાન આપના લોહીમાં આલ્કોહૉલનું પ્રમાણ શૂન્ય (0%) હોવું જરૂરી છે. આનો અર્થ એ છે કે આપ વાહન ચલાવો તે પહેલાં કોઈપણ આલ્કોહૉલ પી શકો નહીં.
 • આપ વાહન ચલાવતા હો તે દરમિયાન આપની સાથે સંપૂર્ણપણે લાયસન્સ ધરાવતા ડ્રાયવર હોવા જરૂરી છે. આ વ્યક્તિ :
  • ડ્રાઈવિંગમાં ઓછામાં ઓછા 4 વર્ષની અનુભવી હોવી જોઇએ
  • તેના લોહીમાં આલ્કોહૉલનું સ્તર 0.05%થી ઓછું હોવું જોઈએ
  • તે આપની સાથે આગળની સીટ પર બેઠેલા હોવા જોઈએ
 • માત્ર સંપૂર્ણપણે લાયસન્સ ધરાવતા ડ્રાયવર આપની સાથે આગળની સીટ પર બેસી શકે. અન્ય કોઈ વ્યક્તિ આગળની સીટ પર બેસી શકે નહીં.
 • કારમાં પ્રત્યેક વ્યક્તિ પાસે કાર્યક્ષમ સીટ બેલ્ટ હોવો જોઈએ.
 • આપ ઑન્ટારીયોના "400-સિરીઝ" હાઈવે (દાખલા તરીકે, 401, 427, 410) અથવા હાઈ સ્પીડ એક્સપ્રેસવે (દાખલા તરીકે, QEW, DVP, કોનેસ્ટોગા એક્સપ્રેસવે) પર વાહન ચલાવી શકો નહીં.
 • આપ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી વાહન ચલાવી શકો નહીં.

12 મહિના બાદ આપ G1 રોડ ટેસ્ટ લઈ શકો. જો આપ માન્ય ડ્રાઈવિંગ સ્કૂલમાંથી ડ્રાઈવિંગના પાઠ ભણો તો, આપ 8 મહિના બાદ G1 રોડ ટેસ્ટ આપી શકો છો.

જો આપ G1 રોડ ટેસ્ટ પાસ કરો તો આપ G2 લાયસન્સ મેળવશો.

પગલું 2: G2 લાયસન્સ

G2 લાયસન્સ સાથે જ્યારે આપ વાહન ચલાવતા હો ત્યારે આપની સાથે સંપૂર્ણપણે લાયસન્સ ધરાવતા ડ્રાયવર હોવા જરૂરી નથી. આપ હાઈવે સહિત ઑન્ટારીયોના કોઈપણ રસ્તા પર વાહન ચલાવી શકો છો. આપ દિવસના કોઈપણ સમયે વાહન ચલાવી શકો છો.
આપે આ અંકુશોનું પાલન કરવાનું રહેશે:

 • ડ્રાઈવિંગ દરમિયાન આપના લોહીમાં આલ્કોહૉલનું પ્રમાણ શૂન્ય (0%) હોવું જરૂરી છે. આનો અર્થ એ છે કે આપ વાહન ચલાવો તે પહેલાં કોઈપણ આલ્કોહૉલ પી શકો નહીં.
 • કારમાં પ્રત્યેક વ્યક્તિ પાસે કાર્યક્ષમ સીટ બેલ્ટ હોવો જોઈએ.

જો આપ 19 વર્ષથી ઓછી ઉંમરના હો તો, જો આપ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે વાહન ચલાવો તે દરમિયાન આપના પર વધુ અંકુશો હોઈ શકે છે. વિગતવાર માહિતી MTOની વેબસાઈટ પરથી મેળવો.

12 મહિના બાદ આપ G2 રોડ ટેસ્ટ આપી શકો છો. જો આપ G2 રોડ ટેસ્ટ પાસ કરો તો આપ G લાયસન્સ મેળવશો.

G લાયસન્સ

G લાયસન્સ એ સંપૂર્ણ ડ્રાયવર્સ લાયસન્સ છે.

જો આપને પ્રશ્ન હોય અથવા વધુ માહિતી જોઈતી હોય તો MTO (2) ને કૉલ કરો:

 • ટૉલ-ફ્રી: 1-800-387-3445
 • ટૉરન્ટો: 416-235-2999
 • TTY(સાંભળવાની તકલીફવાળા લોકો માટે): 1-866-471-8929

વધુ માહિતી માટે:

(1) Graduate Licensing - Ministry of Transportation of Ontario (MTO):
http://findlink.at/gradlic

(2) Ministry of Transportation of Ontario (MTO): 
http://findlink.at/mto

(3) Obtaining a Driver's Licence - DriveTest website:
http://findlink.at/dt-licence

(4) Driver Examination Centres - DriveTest website:
http://findlink.at/testcentre

(5) Driver's Handbook Online - Ministry of Transportation of Ontario (MTO) website:
http://findlink.at/drhandbook

(6) Out of Country Drivers - DriveTest website:
http://findlink.at/out-driver